શિશુઓના પેટમાં દુઃખાવો એ સર્વસામાન્ય સમસ્યા છે, જેનું લક્ષણ બાળકનું ખૂબ વધારે રડવું અને બેચેની હોય છે, ખાસ કરીને સાંજે અને રાત્રે. શિશુઓને ઘણીવાર પોતાના પગને પોતાના પેટની તરફ ખેંચતા જોઈ શકાય છે, જાણે કે તેમને ખૂબ દુઃખાવો થતો હોય.
સંશોધનો પરથી જાણવા મળે છે કે, કેટલાક બાળકોના પેટમાં દુઃખાવાનું એક મહત્વપૂર્ણ કારણ લેક્ટેઝની ક્ષણિક ઉણપ હોય છે. એમ માનવામાં આવે છે કે, આવા બાળકો અપરિપક્વ પાચનતંત્ર સાથે પેદા થયા હોવાને કારણે તેમને આ સમસ્યા સર્જાય છે, જેના કારણે તેઓ દૂધમાં રહેલાં લેક્ટોઝને પચાવવા માટે પૂરતી માત્રામાં લેક્ટેઝ એન્ઝાઇમનું ઉત્પાદન કરી શકતા નથી. જો આપનું બાળક દૂધના લેક્ટોઝને પચાવવા માટે સક્ષમ ન હોય તો તેને માતાનું દૂધ પીવડાવ્યાની કે પનીર, દહીં જેવા દૂધના પદાર્થો ખવડાવ્યાની લગભગ 30 મિનિટથી 2 કલાકની અંદર ઝાડા, પેટમાં ચૂંક, પેટ ફૂલી જવું કે ગેસની સમસ્યા થાય છે.
શિશુના પેટનો દુઃખાવો તેમજ લેક્ટોઝને પચાવી ન શકવાની સમસ્યાના કુદરતી અને સુરક્ષિત ઉપાય માટે ભારતમાં પહેલીવાર યામૂ ડ્રૉપ્સ (લેક્ટેઝ એન્ઝાઇમ ડ્રોપ્સ)ને રજૂ કરવામાં આવી રહ્યાં છે, જે લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે અને આ પ્રકારે લેક્ટોઝ ન પચાવી શકવાની સમસ્યા દૂર થઈ જાય છે.
લેક્ટેઝ એન્ઝાઇમ ડ્રૉપ્સ
લેક્ટેઝ એન્ઝાઇમ ડ્રોપ્સ એ એક આહાર સપ્લિમેન્ટ છે, જે દૂધને સ્વાભાવિકરૂપે વધુ પચાવવા યોગ્ય બનાવે છે. ડ્રોપ્સમાં એક કુદરતી એન્ઝાઇમ-લેક્ટેઝ હોય છે, જે એસ્પેરેઝિલસ ઓરીઝા ફૂગમાંથી પ્રાપ્ત થાય છે તથા દૂધના ખાદ્યપદાર્થમાંથી મળતી જટિલ શર્કરા લેક્ટોઝને તોડવામાં મદદરૂપ થાય છે.
સંરચના: યામૂ ડ્રૉપમાં પ્રત્યેક મિલીમાં નીચે મુજબ ઉપસ્થિત હોય છેઃ લેક્ટેઝ એન્ઝાઇમઃ 600 એફસીસી યુનિટ
ઉપયોગ માટેના નિર્દેશ: સ્તનપાન માટેઃ યામૂ ડ્રૉપ્સના કાઢવામાં આવેલા 4થી 5 ટીપાંને માતાના દૂધના કેટલાક મિલીલીટરમાં ભેળવો. પ્રારંભિક દૂધમાં મહત્તમ લેક્ટોઝ હોય છે. થોડી મિનિટ રાહ જુઓ, આ મિશ્રણને બાળકને પીવડાવો અને ત્યારબાદ સામાન્ય પ્રકારે સ્તનપાન કરાવો.
બાળકો માટે: યામૂ ડ્રૉપ્સના 4થી 5 ટીપાંને શિશુને પીવડાવામાં આવતાં 50 મિલી દૂધમાં ત્યારે ઉમેરો જ્યારે તે ગરમ (30℃ થી 40℃) હોય. સારી રીતે હલાવીને મિશ્રિત કરો અને ત્યારબાદ બાળકને પીવડાવો.


