Choose Language:

ભારતમાં લગભગ 60થી 70 ટકા લોકો લેક્ટોઝ ન પચવાની સમસ્યાથી પીડાય છે. ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણ ભારતની સ્વસ્થ વસતીમાં તેની સંખ્યા વધુ છે. ઉત્તર ભારતીયોમાં આ સમસ્યા ઓછી હોવાનું કારણ એ છે કે તેઓ આર્યોના વંશજ રહ્યાં છે, જેઓ લાંબા સમય સુધી દૂધનું ઉત્પાદન કરતાં હતાં અને લેક્ટોઝ પચાવવામાં સક્ષમ માનવામાં આવતા હતાં. આથી, આ આનુવંશિક મિશ્રણ તેમના શરીરમાં લેક્ટોઝનું પાચન કરવામાં લાભદાયક છે.

સમગ્ર વિશ્વમાં લેક્ટોઝના અવશોષણ માટે યુરોપના વ્યક્તિઓની ટકાવારી સૌથી વધુ છે. આફ્રિકા, એશિયાઈ, આફ્રિકન-અમેરિકન વ્યક્તિઓમાં લેક્ટોઝના અવશોષણની આવૃત્તિ ઓછી હોય છે અને નાની વયે તેનાથી પ્રભાવિત થવાની તેમને વધુ શક્યતા હોય છે. આપણી વય વધવાની સાથે જ અવશોષણની ક્ષમતા ઘટતી જાય છે. વૃદ્ધાવસ્થામાં તે સૌથી ઓછી હોય છે.