લેક્ટોઝની ઊણપનું નિદાન
- H2 શ્વસનની તપાસઃ આંતરડામાં બેક્ટેરિયા લેક્ટોઝનું નિર્માણ કરનારા હાઇડ્રોજન(H2)નો ઉપયોગ કરતાં હોવાથી છોડવામાં આવેલા શ્વાસમાં H2ની ઉપસ્થિતિ જોવા મળે છે. 50 ગ્રામ લેક્ટોઝ લીધા બાદ શ્વાસમાં હાઇડ્રોજન > 20 પીપીએમ (50 પ્રતિ મિલિયન ભાગ) વધવાથી તેની પુષ્ટી થઈ જાય છે.
- લેક્ટોઝનું પાચન ન થવાની તપાસ (એલટીટી): રક્ત શર્કરામાં ઘટાડો થવાની કે વૃદ્ધિ ન થવાની જાણ થવી. એક અસામાન્ય એલટીટીનો અર્થ છે કે 50 ગ્રામ લેક્ટોઝ લૉડ આપ્યાની ત્રીસ મિનિટ બાદ પણ રક્ત શર્કરામાં કોઈ વધારો થતો નથી.
- મળના અમ્લત્વની તપાસઃ મળના પીએચની જાણકારી મેળવવી કારણ કે, લેક્ટોઝની આથો બનવાની પ્રક્રિયામાંથી લેક્ટિક એસિડ અને અન્ય એસિડ બને છે, જેને મળના નમૂનામાં જોઈ શકાય છે.
લેક્ટોઝનું પાચન નહીં થવાની સમસ્યાનું નિદાન
- લેક્ટોઝ ચેલેન્જ ટેસ્ટઃ 500 મિલીલીટર દૂધ (25 ગ્રામ લેક્ટોઝ)ને નમૂનારૂપે ઘરે પીવો, ત્યારબાદ 1-3 કલાક સુધી ઉપવાસ રાખો. આપને જો પેટમાં દુઃખાવો, ગેસ, ચૂંક, પેટ ફુલવું કે ઝાડા જેવા લક્ષણો થાય, તો આપને લેક્ટોઝનું પાચન નહીં થવાની સમસ્યા છે.