મોટાભાગના કિસ્સાઓમાં, લોકો લેક્ટોઝના સ્રોતોને ખાવાનું ઘટાડી દે છે અથવા તો તેનાથી દૂર રહે છે અને તેના બદલે તેઓ એવા ખાદ્યપદાર્થ ખાય છે જેમાં લેક્ટોઝ ન હોય પરંતુ આ લોકો માટે સૌથી મોટી સમસ્યા એ સુનિશ્ચિત કરવાની હોય છે કે તેમને દૂધના ઉત્પાદનોમાંથી મળનારા પોષકતત્વોનું પૂરતું પોષણ મળતું રહે, ખાસ કરીને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન અને રિબોફેવલિનનું. કેલ્શિયમ મહિલાઓ માટે વિશેષરૂપે મહત્વનું છે, કારણ કે, તે હાડકાંને મજબૂત બનાવે છે અને ઑસ્ટિયોપોરોસિસ થવાના જોખમને ઘટાડી દે છે. આથી દૂધ અને દૂધના ઉત્પાદનો આરોગવાનું બંધ કરવાની સલાહ આપવામાં આવતી નથી.
લેક્ટોઝયુક્ત ઉત્પાદનો ઓછા ખાવાનો કે સંપૂર્ણપણે ન ખાવાનો અર્થ એ છે કે તમે તમારા આહારમાં કેટલાક વિટામિન અને ખનીજોનો ઘટાડો કરી રહ્યાં છો અને અન્ય સમસ્યાઓ થવાનું જોખમ વધારી રહ્યાં છો.
લેક્ટેઝ એન્ઝાઇમ ટેબલેટ્સ કે ડ્રૉપ્સ જેવા લેક્ટેઝના સ્રોત આપનું નાનું આંતરડું જે લેક્ટેઝ પેદા નથી કરી રહ્યું તેની ઊણપ દૂર કરી શકે છે અને તેનાથી આપનું શરીર આહારમાં મળનારા કોઈપણ લેક્ટોઝયુક્ત પદાર્થને વધુ સરળતાથી તોડીને સમસ્યાઓને ઘટાડી શકે છે. તેને કાં તો દૂધમાં મિશ્રિત કરી શકાય અથવા તો લેક્ટોઝયુક્ત ભોજન આરોગવાની તુરંત પહેલાં લઈ શકાય છે. એ જાણવું અગત્યનું છે કે, પ્રત્યેક ઉત્પાદન પ્રત્યેક વ્યક્તિ માટે અલગ-અલગ રીતે કામ કરતું હોય છે. આ સિવાય, આ પ્રત્યેક ઉત્પાદનમાંથી કોઇપણ લેક્ટોઝના પ્રત્યેક અંતિમ ટુકડાને તોડી ન શકે તેમ બની શકે છે, માટે કેટલાક લોકોને એન્ઝાઇમ સપ્લિમેન્ટ લીધા પછી પણ કેટલાક લક્ષણોનો અનુભવ થઈ શકે છે.
લેક્ટોઝનું પાચન ન થઈ શકવાની સમસ્યાના કુદરતી અને સુરક્ષિત ઉપાય માટે યામૂ ટેબલેટ્સ (લેક્ટેઝ એન્ઝાઇમ ચ્યુએબલ ટેબલેટ્સ)ને ભારતમાં પહેલીવાર રજૂ કરવામાં આવી રહી છે, જે લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે અને આ રીતે લેક્ટોઝનું પાચન નહીં થવાની સમસ્યાના લક્ષણોને દૂર કરવામાં સહાયક થાય છે.
