શિશુઓના પેટનો દુઃખાવો એ એક સર્વસામાન્ય સમસ્યા છે, જેના લક્ષણો ખૂબ વધારે રડવું અને બેચેની હોય છે, ખાસ કરીને સાંજે અને રાત્રે. શિશુઓને ઘણીવાર પોતાના પગ પેટની તરફ ખેંચતા જોઈ શકાય છે, જેમ કે તેઓને ખૂબ દુઃખાવો થતો હોય.
પેટના દુઃખાવાના લક્ષણ
પેટના દુઃખાવાના મુખ્ય લક્ષણ નીચે મુજબ છેઃ
- કોઈ સ્પષ્ટ કારણ વગર અને બાળકને ચુપ કરાવવાના ઘણા પ્રયાસો કરવા છતાં બાળક લાંબા સમય સુધી રડતું રહે છે, ઘણીવાર બાળક ખૂબ જ જોર-જોરથી રડી શકે છે. આ લક્ષણ પ્રતિદિન અવારનવાર બપોરે કે સાંજના સમયે અને ભોજન બાદ જોવા મળે છે.
- બાળકના પેટમાં ગેસ થવાના લક્ષણ જોઈ શકાય છે અથવા તો ફૂલેલું પેટ દેખાય છે, જે ટાઇટ થઈ જાય છે. રડતી વખતે બાળક પેટના દુઃખાવાના લક્ષણ દેખાડી શકે છે, જેમ કે, પોતાના ઘૂંટણોને પોતાની છાતી તરફ ખેંચવા, મુઠ્ઠીઓ વાળી દેવી, હાથ અને પગ પછાડવા કે પીઠથી વળી જવું.
- બાળકને ઘણીવાર ઊંઘ નથી આવતી, ચિડીયાપણું કે ગભરામણનો અનુભવ કરે છે.
સંશોધનો પરથી જાણવા મળે છે કે, કેટલાક બાળકોના પેટમાં દુઃખાવાનું એક મહત્વપૂર્ણ કારણ લેક્ટેઝની ક્ષણિક ઉણપ હોય છે. એમ માનવામાં આવે છે કે, આવા બાળકો અપરિપક્વ પાચનતંત્ર સાથે પેદા થયા હોવાને કારણે તેમને આ સમસ્યા સર્જાય છે, જેના કારણે તેઓ દૂધમાં રહેલાં લેક્ટોઝને પચાવવા માટે પૂરતી માત્રામાં લેક્ટેઝ એન્ઝાઇમનું ઉત્પાદન કરી શકતા નથી. જો આપનું બાળક દૂધના લેક્ટોઝને પચાવવા માટે સક્ષમ ન હોય તો તેને માતાનું દૂધ પીવડાવ્યાની કે પનીર, દહીં જેવા દૂધના પદાર્થો ખવડાવ્યાની લગભગ 30 મિનિટથી 2 કલાકની અંદર ઝાડા, પેટમાં ચૂંક, પેટ ફૂલી જવું કે ગેસની સમસ્યા થાય છે.
શિશુના પેટનો દુઃખાવો તેમજ લેક્ટોઝને પચાવી ન શકવાની સમસ્યાના કુદરતી અને સુરક્ષિત ઉપાય માટે ભારતમાં પહેલીવાર યામૂ ડ્રૉપ્સ (લેક્ટેઝ એન્ઝાઇમ ડ્રોપ્સ)ને રજૂ કરવામાં આવી રહ્યાં છે, જે લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે અને આ પ્રકારે લેક્ટોઝ ન પચાવી શકવાની સમસ્યા દૂર થઈ જાય છે.

અભ્યાસોએ દર્શાવ્યું છે કે 70% શિશુ ડાઘા લેક્ટોઝ અસહિષ્ણુતાને કારણે છે