• લેક્ટોઝ ન પચવું

  લેક્ટોઝ ન પચવું

 • 1
 • લેક્ટોઝનું પાચન ન થવું એટલે શું

  આ એક એવી સ્થિતિ છે, જેનાથી આપના શરીર દ્વારા દૂધ અને દૂધના પદાર્થો (જેને ડેરી ઉત્પાદનો પણ કહેવામાં આવે છે)નું પાચન થવું મુશ્કેલ બની જાય છે. આપને જો લેક્ટોઝ ન પચવાની સમસ્યા હોય અને આપ દૂધના ઉત્પાદનો ખાતા હો તો આપને ઝાડા, પેટમાં દુઃખાવો અને ગેસ થઈ શકે છે.

  લેક્ટોઝ ન પચવાની સમસ્યા કોઇને પણ થઈ શકે છે. પરંતુ તે અમેરિકન મૂળના, એશિયાઈ, એશિયાઈ ભારતીય મૂળના અને સવર્ણ લોકોમાં સર્વસામાન્ય રીતે જોવા મળે છે.

  જે લોકોમાં લેક્ટોઝ પચવાની સમસ્યા નથી હોતી તેમના શરીરમાં 'લેક્ટેઝ' નામનું પ્રોટીન બને છે, જે દૂધમાંથી મળતી શર્કરાના મુખ્ય રૂપ લેક્ટોઝને તોડે છે. જે લોકોને લેક્ટોઝ ન પચવાની સમસ્યા હોય તેમના શરીરમાં કાં તો પૂરતી માત્રામાં એન્ઝાઇમ નથી બનતા અથવા તો આ એન્ઝાઇમ તેમણે જેટલી ક્ષમતાથી કાર્ય કરવું જોઇએ તેટલી ક્ષમતાથી કાર્ય નથી કરતાં. આ સિવાય, ખોરાકી ઝેર જેવા કેટલાક ચેપ આ એન્ઝાઇમને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ જો આમ થાય તો આ સમસ્યા સામાન્ય રીતે કેટલાંક અઠવાડિયામાં સમાપ્ત થઈ જાય છે. સદભાગ્યે લેક્ટોઝ ન પચવાની સમસ્યાનો સામનો કરી રહેલાં લોકો તેમાંથી મુક્તિ મેળવવા માટે એક એન્ઝાઇમ સપ્લિમેન્ટ લઈ શકે છે.

 • લેક્ટોઝનું પાચન ન થવું એ કેટલી સામાન્ય બાબત છે

  ભારતમાં લગભગ 60થી 70 ટકા લોકો લેક્ટોઝ ન પચવાની સમસ્યાથી પીડાય છે. ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણ ભારતની સ્વસ્થ વસતીમાં તેની સંખ્યા વધુ છે. ઉત્તર ભારતીયોમાં આ સમસ્યા ઓછી હોવાનું કારણ એ છે કે તેઓ આર્યોના વંશજ રહ્યાં છે, જેઓ લાંબા સમય સુધી દૂધનું ઉત્પાદન કરતાં હતાં અને લેક્ટોઝ પચાવવામાં સક્ષમ માનવામાં આવતા હતાં. આથી, આ આનુવંશિક મિશ્રણ તેમના શરીરમાં લેક્ટોઝનું પાચન કરવામાં લાભદાયક છે.

  સમગ્ર વિશ્વમાં લેક્ટોઝના અવશોષણ માટે યુરોપના વ્યક્તિઓની ટકાવારી સૌથી વધુ છે. આફ્રિકા, એશિયાઈ, આફ્રિકન-અમેરિકન વ્યક્તિઓમાં લેક્ટોઝના અવશોષણની આવૃત્તિ ઓછી હોય છે અને નાની વયે તેનાથી પ્રભાવિત થવાની તેમને વધુ શક્યતા હોય છે. આપણી વય વધવાની સાથે જ અવશોષણની ક્ષમતા ઘટતી જાય છે. વૃદ્ધાવસ્થામાં તે સૌથી ઓછી હોય છે.

 • લેક્ટોઝ ન પચવાનું કારણ શું હોય છે

  નાનું આંતરડું જ્યારે લેક્ટેઝ નામના એન્ઝાઇમનું પૂરતી માત્રામાં ઉત્પાદન નથી કરી શકતું ત્યારે લેક્ટોઝ પચતું નથી. આપના શરીરમાં લેક્ટોઝ (દૂધના ઉત્પાદનોમાંથી મળતી શર્કરા)ને તોડવા કે પચાવવા માટે લેક્ટેઝની જરૂરિયાત હોય છે.

  લેક્ટોઝ ન પચવાની સમસ્યા સામાન્ય રીતે વ્યક્તિની વય વધવાની સાથે સર્જાય છે. લોકો પોતાની કિશોરાવસ્થા કે વયસ્ક્તા (30થી 40ની વય) દરમિયાન લેક્ટોઝ ન પચવાની સમસ્યાનો સામનો કરવા લાગે છે. સામાન્ય રીતે, લેક્ટોઝ ન પચવાની સમસ્યા આનુવંશિક હોય છે અને કુટુંબના જનીન સાથે સંબંધિત હોય છે. લેક્ટોઝ ન પચવાની સમસ્યા ચેપ, કિમોથેરાપી, પેનિસિલિનનું રિએક્શન, સર્જરી, ગર્ભાવસ્થા દરમિયાન લાંબા સમય સુધી દૂધના ઉત્પાદન ન ખાવાને કારણે પણ થઈ શકે છે. આ સિવાય, વિશિષ્ટ જાતિના અન્ય લોકોની સરખામણીએ લેક્ટોઝનું પાચન ન થવાની સમસ્યાની સંભાવના વધુ હોય છે.

  દુર્લભ કિસ્સાઓમાં, નવજાત શિશુ લેક્ટોઝનું પાચન ન થવાની સમસ્યાનો સામનો કરે છે. સામાન્ય રીતે, નવજાત શિશુઓમાં આ સમસ્યા વય વધવાની સાથે સમાપ્ત થઈ જાય છે.

 • લેક્ટોઝ ન પચવાના લક્ષણો કયા છે

  ये लक्षण केवल आपके दूध पीने या दुग्ध खाद्य पदार्थ खाने के बाद ही उत्पन्न होते हैं। इनमें शामिल है:

  • પેટમાં દુઃખાવો
  • પેટ ફૂલવું
  • આંતરડામાં ગુડગુડ
  • ગેસ
  • ગભરામણ થવી
  • ઊલટી
  • ઝાડા
 • લેક્ટોઝનું પાચન ન થવાની જટિલતાઓ કઈ છે

  દૂધ જેવા કે દૂધના ઉત્પાદનો તંદુરસ્ત આહારનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન એ, બી 12 અને ડી જેવા વિટામિન હોય છે. વયસ્કો માટે ભલામણ કરવામાં આવેલ કેલ્શિયમની દૈનિક માત્રા (આરડીએ) 700 મિલીગ્રામ છે.

  લેક્ટોઝ પણ મહત્વપૂર્ણ છે કારણ કે, તે આપના શરીરને મેગ્નેશિયમ અને ઝિંક સહિત અન્ય ઘણાં ખનીજોને અવશોષિત કરવામાં મદદ કરે છે. આ વિટામિન અને ખનીજ હાડકાંના મજબૂત અને સ્વસ્થ વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે.

  આપ જો લેક્ટોઝનું પાચન ન થવાની સમસ્યાથી પીડિત હો તો આપને મહત્વના વિટામિન અને ખનીજોનું આરડીએ મળવાનું મુશ્કેલ બની જઈ શકે છે. તેનાથી આપને નીચે જણાવેલ સ્થિતિઓ પેદા થવાનું જોખમ રહેલું છે.

  • ઓસ્ટિયોપેનિયા, एએ એક એવી સ્થિતિ છે, જેમાં આપના હાડકાંનું ઘનત્વ ખૂબ જ ઓછું થઈ જાય છે. જો ઓસ્ટિયોપેનિયાનો ઇલાજ ન કરવામાં આવે તો તે ઓસ્ટિયોપોરોસિસ તરીકે વિકાસ પામી શકે છે.
  • ઓસ્ટિયોપોરોસિસ, એ એક એવી સ્થિતિ છે, જેનાથી આપના હાડકાં પાતળા અને નબળા પડી જાય છે. આપને જો ઓસ્ટિયોપોરોસિસ હોય તો આપને ફ્રેક્ચર થવાનું અને હાડકાં તૂટી જવાનું જોખમ વધુ રહેલું છે.
  • કુપોષણ ત્યારે થાય છે, જ્યારે તમે જે કંઈ પણ ખાવાનું ખાઓ તે આપને એક સ્વસ્થ શરીર માટે જરૂરી પોષકતત્વો પ્રદાન કરતું નથી. આપ જો કુપોષિત હો તો ઘાને રુઝ આવવામાં વધારે સમય લાગી શકે છે અને આપ થાક અને ઉદાસીનતાનો અનુભવ કરી શકો છો.
  • વજન ઘટી જવું, વધુ પડતું વજન ઘટી જવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે અને તેના કારણે ઓસ્ટિયોપોરોસિસ જેવી સ્થિતિઓ પણ પેદા થઈ શકે છે.
 • લેક્ટોઝનું પાચન ન થવું એ શું મૂળગત રીતે એક ખાદ્ય એલર્જી છે?

  ના, ઘણાં લોકોને દૂધ અને દૂધના ખાદ્યપદાર્થોથી એલર્જી હોય છે પરંતુ દૂધની એલર્જીના લક્ષણ લેક્ટોઝ ન પચવાના લક્ષણોથી ઘણીવાર અલગ હોય છે. એલર્જીના મામલામાં શરીર શર્કરાની જગ્યાએ દૂધમાં પ્રોટીન પરત્વે પ્રતિક્રિયા કરે છે, આ સિવાય, એલર્જીમાં શરીરમાં ચેપ સામે લડનારું તંત્ર પણ પ્રભાવિત થાય છે, જેને રોગપ્રતિકારક પ્રણાલી કહેવામાં આવે છે, જ્યારે લેક્ટોઝનું પાચન ન થવાની સમસ્યામાં આમ થતું નથી.

 • લેક્ટોઝની ઊણપ / લેક્ટોઝ ન પચવાની સમસ્યાની તપાસ કરવાની કોઈ પદ્ધતિ છે?

  લેક્ટોઝની ઊણપનું નિદાન

  • H2 શ્વસનની તપાસઃ આંતરડામાં બેક્ટેરિયા લેક્ટોઝનું નિર્માણ કરનારા હાઇડ્રોજન(H2)નો ઉપયોગ કરતાં હોવાથી છોડવામાં આવેલા શ્વાસમાં H2ની ઉપસ્થિતિ જોવા મળે છે. 50 ગ્રામ લેક્ટોઝ લીધા બાદ શ્વાસમાં હાઇડ્રોજન > 20 પીપીએમ (50 પ્રતિ મિલિયન ભાગ) વધવાથી તેની પુષ્ટી થઈ જાય છે.
  • લેક્ટોઝનું પાચન ન થવાની તપાસ (એલટીટી): રક્ત શર્કરામાં ઘટાડો થવાની કે વૃદ્ધિ ન થવાની જાણ થવી. એક અસામાન્ય એલટીટીનો અર્થ છે કે 50 ગ્રામ લેક્ટોઝ લૉડ આપ્યાની ત્રીસ મિનિટ બાદ પણ રક્ત શર્કરામાં કોઈ વધારો થતો નથી.
  • મળના અમ્લત્વની તપાસઃ મળના પીએચની જાણકારી મેળવવી કારણ કે, લેક્ટોઝની આથો બનવાની પ્રક્રિયામાંથી લેક્ટિક એસિડ અને અન્ય એસિડ બને છે, જેને મળના નમૂનામાં જોઈ શકાય છે.

  લેક્ટોઝનું પાચન નહીં થવાની સમસ્યાનું નિદાન

  • લેક્ટોઝ ચેલેન્જ ટેસ્ટઃ 500 મિલીલીટર દૂધ (25 ગ્રામ લેક્ટોઝ)ને નમૂનારૂપે ઘરે પીવો, ત્યારબાદ 1-3 કલાક સુધી ઉપવાસ રાખો. આપને જો પેટમાં દુઃખાવો, ગેસ, ચૂંક, પેટ ફુલવું કે ઝાડા જેવા લક્ષણો થાય, તો આપને લેક્ટોઝનું પાચન નહીં થવાની સમસ્યા છે.
 • શું મારે ડૉક્ટરને દેખાડવું જોઇએ?

  હા, જો આપને લાગે કે આપને લેક્ટોઝનું પાચન નહીં થવાની સમસ્યા થઈ શકે છે, તો આપના ડૉક્ટરને આ અંગે જણાવો. આપને કોઈ અન્ય સમસ્યાઓ તો નથી એ સુનિશ્ચિત કરવા તેઓ આપને કેટલાક સવાલો પૂછી શકે છે.

 • લેક્ટોઝનું પાચન નહીં થવાની સમસ્યાનો ઇલાજ કેવી રીતે થઈ શકે?

  મોટાભાગના કિસ્સાઓમાં, લોકો લેક્ટોઝના સ્રોતોને ખાવાનું ઘટાડી દે છે અથવા તો તેનાથી દૂર રહે છે અને તેના બદલે તેઓ એવા ખાદ્યપદાર્થ ખાય છે જેમાં લેક્ટોઝ ન હોય પરંતુ આ લોકો માટે સૌથી મોટી સમસ્યા એ સુનિશ્ચિત કરવાની હોય છે કે તેમને દૂધના ઉત્પાદનોમાંથી મળનારા પોષકતત્વોનું પૂરતું પોષણ મળતું રહે, ખાસ કરીને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન અને રિબોફેવલિનનું. કેલ્શિયમ મહિલાઓ માટે વિશેષરૂપે મહત્વનું છે, કારણ કે, તે હાડકાંને મજબૂત બનાવે છે અને ઑસ્ટિયોપોરોસિસ થવાના જોખમને ઘટાડી દે છે. આથી દૂધ અને દૂધના ઉત્પાદનો આરોગવાનું બંધ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

  લેક્ટોઝયુક્ત ઉત્પાદનો ઓછા ખાવાનો કે સંપૂર્ણપણે ન ખાવાનો અર્થ એ છે કે તમે તમારા આહારમાં કેટલાક વિટામિન અને ખનીજોનો ઘટાડો કરી રહ્યાં છો અને અન્ય સમસ્યાઓ થવાનું જોખમ વધારી રહ્યાં છો.

  લેક્ટેઝ એન્ઝાઇમ ટેબલેટ્સ કે ડ્રૉપ્સ જેવા લેક્ટેઝના સ્રોત આપનું નાનું આંતરડું જે લેક્ટેઝ પેદા નથી કરી રહ્યું તેની ઊણપ દૂર કરી શકે છે અને તેનાથી આપનું શરીર આહારમાં મળનારા કોઈપણ લેક્ટોઝયુક્ત પદાર્થને વધુ સરળતાથી તોડીને સમસ્યાઓને ઘટાડી શકે છે. તેને કાં તો દૂધમાં મિશ્રિત કરી શકાય અથવા તો લેક્ટોઝયુક્ત ભોજન આરોગવાની તુરંત પહેલાં લઈ શકાય છે. એ જાણવું અગત્યનું છે કે, પ્રત્યેક ઉત્પાદન પ્રત્યેક વ્યક્તિ માટે અલગ-અલગ રીતે કામ કરતું હોય છે. આ સિવાય, આ પ્રત્યેક ઉત્પાદનમાંથી કોઇપણ લેક્ટોઝના પ્રત્યેક અંતિમ ટુકડાને તોડી ન શકે તેમ બની શકે છે, માટે કેટલાક લોકોને એન્ઝાઇમ સપ્લિમેન્ટ લીધા પછી પણ કેટલાક લક્ષણોનો અનુભવ થઈ શકે છે.

  લેક્ટોઝનું પાચન ન થઈ શકવાની સમસ્યાના કુદરતી અને સુરક્ષિત ઉપાય માટે યામૂ ટેબલેટ્સ (લેક્ટેઝ એન્ઝાઇમ ચ્યુએબલ ટેબલેટ્સ)ને ભારતમાં પહેલીવાર રજૂ કરવામાં આવી રહી છે, જે લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે અને આ રીતે લેક્ટોઝનું પાચન નહીં થવાની સમસ્યાના લક્ષણોને દૂર કરવામાં સહાયક થાય છે.