• શિશુઓના પેટનો દુઃખાવો

    શિશુઓના પેટનો દુઃખાવો

  • 1

શિશુઓના પેટનો દુઃખાવો એ એક સર્વસામાન્ય સમસ્યા છે, જેના લક્ષણો ખૂબ વધારે રડવું અને બેચેની હોય છે, ખાસ કરીને સાંજે અને રાત્રે. શિશુઓને ઘણીવાર પોતાના પગ પેટની તરફ ખેંચતા જોઈ શકાય છે, જેમ કે તેઓને ખૂબ દુઃખાવો થતો હોય.

સંશોધનો પરથી જાણવા મળે છે કે, કેટલાક બાળકોના પેટમાં દુઃખાવાનું એક મહત્વપૂર્ણ કારણ લેક્ટેઝની ક્ષણિક ઉણપ હોય છે. એમ માનવામાં આવે છે કે, આવા બાળકો અપરિપક્વ પાચનતંત્ર સાથે પેદા થયા હોવાને કારણે તેમને આ સમસ્યા સર્જાય છે, જેના કારણે તેઓ દૂધમાં રહેલાં લેક્ટોઝને પચાવવા માટે પૂરતી માત્રામાં લેક્ટેઝ એન્ઝાઇમનું ઉત્પાદન કરી શકતા નથી. જો આપનું બાળક દૂધના લેક્ટોઝને પચાવવા માટે સક્ષમ ન હોય તો તેને માતાનું દૂધ પીવડાવ્યાની કે પનીર, દહીં જેવા દૂધના પદાર્થો ખવડાવ્યાની લગભગ 30 મિનિટથી 2 કલાકની અંદર ઝાડા, પેટમાં ચૂંક, પેટ ફૂલી જવું કે ગેસની સમસ્યા થાય છે.

શિશુના પેટનો દુઃખાવો તેમજ લેક્ટોઝને પચાવી ન શકવાની સમસ્યાના કુદરતી અને સુરક્ષિત ઉપાય માટે ભારતમાં પહેલીવાર યામૂ ડ્રૉપ્સ (લેક્ટેઝ એન્ઝાઇમ ડ્રોપ્સ)ને રજૂ કરવામાં આવી રહ્યાં છે, જે લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે અને આ પ્રકારે લેક્ટોઝ ન પચાવી શકવાની સમસ્યા દૂર થઈ જાય છે.

જો આપના બાળકમાં લેક્ટોઝ ન પચાવી શકવાના લક્ષણો જોવામાં આવે તો તુરંત પોતાના ડૉક્ટરને મળો. ઝાડા ખૂબ જ ખતરનાક બીમારી છે કારણ કે, તેનાથી બાળકના શરીરમાં પાણીની ઘટ સર્જાઈ શકે છે, જે એક ગંભીર સમસ્યા છે અને તેના પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.

જેમ-જેમ બાળક મોટું થાય છે, તેમ-તેમ તેના શરીરમાં સ્વાભાવિકરૂપે બનનારા લેક્ટેઝ એન્ઝાઇમના સ્તરમાં વૃદ્ધિ થતી જાય છે અને જ્યાં સુધીમાં બાળકની વય 3-4 માસ થઈ જાય ત્યારે તેના શરીરમાં લેક્ટોઝને ન પચાવી શકવાના લક્ષણ (અને તેના પેટનો દુઃખાવો) સમાપ્ત થઈ જાય છે.

ઘણા માતા-પિતા ભાવનાત્મક રીતે હેરાન થઈ જઈ શકે છે અને ખૂબ જ રડનારા બાળકને સાચવવામાં મુશ્કેલી અનુભવી શકે છે.

પેટના દુઃખાવાના લક્ષણ

પેટના દુઃખાવાના મુખ્ય લક્ષણ નીચે મુજબ છેઃ

  • કોઈ સ્પષ્ટ કારણ વગર અને બાળકને ચુપ કરાવવાના ઘણા પ્રયાસો કરવા છતાં બાળક લાંબા સમય સુધી રડતું રહે છે, ઘણીવાર બાળક ખૂબ જ જોર-જોરથી રડી શકે છે. આ લક્ષણ પ્રતિદિન અવારનવાર બપોરે કે સાંજના સમયે અને ભોજન બાદ જોવા મળે છે.
  • બાળકના પેટમાં ગેસ થવાના લક્ષણ જોઈ શકાય છે અથવા તો ફૂલેલું પેટ દેખાય છે, જે ટાઇટ થઈ જાય છે. રડતી વખતે બાળક પેટના દુઃખાવાના લક્ષણ દેખાડી શકે છે, જેમ કે, પોતાના ઘૂંટણોને પોતાની છાતી તરફ ખેંચવા, મુઠ્ઠીઓ વાળી દેવી, હાથ અને પગ પછાડવા કે પીઠથી વળી જવું.
  • બાળકને ઘણીવાર ઊંઘ નથી આવતી, ચિડીયાપણું કે ગભરામણનો અનુભવ કરે છે.
  • બાળકોના ચિકિત્સક પેટના દુઃખાવાનું નિદાન કરવા માટે ઘણીવાર 'ત્રણના નિયમ'નો પ્રયોગ કરે છેઃ 'એક બાળક કે જે પ્રતિદિન ત્રણ કે તેથી વધુ કલાક રડે છે, તે અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણવાર રડે છે અને જીવનના પ્રથમ ત્રણ મહિના સુધી રડે છે.' સમગ્ર દુનિયામાં લગભગ 25% બાળક પેટના દુઃખાવાના ચિકિત્સકિય નિદાન માટેના સત્તાવાર 'ત્રણના નિયમ'ના માપદંડો અનુસાર યોગ્ય ઠરે છે.

લેક્ટેઝ એન્ઝાઇમ ડ્રૉપ પેટના દુઃખાવાની સમસ્યાથી પીડાતા શિશુઓને કેવી રીતે મદદ કરે છે?

ભારતમાં ઘણી પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે, જે કુદરતી રીતે સુરક્ષિત લેક્ટેઝ એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરેપી પ્રદાન કરે છે. યામૂ તેમાંની એક છે.

યામૂ ડ્રૉપ્સ શિશુઓમાં પેટના દુઃખાવાના નિવારણ માટે એક સુરક્ષિત અને કુદરતી પદ્ધતિ છે. તે કોઈ દવા નથી પરંતુ એક કુદરતી એન્ઝાઇમ છે, જેને ભોજનમાં લેક્ટોઝના સ્તરને ઘટાડવા માટે બાળકને ભોજન પહેલાં આપી શકાય છે.

યામૂ ડ્રૉપ્સ આપવાથી બાળકના પાચનતંત્રમાં સંભવિત ક્ષણિક લેક્ટેઝની ઊણપ દૂર થઈ જાય છે. યામૂ ડ્રૉપ્સ ભોજનમાં લેક્ટોઝના સ્તરને ખૂબ જ ઘટાડી દે છે, જેનાથી લેક્ટોઝને સામાન્ય રીતે પચાવવામાં મદદ મળે છે અને લેક્ટોઝને ન પચાવી શકવાના લક્ષણ પણ દેખાતા નથી. જોકે, એ બાબત પણ મહત્વપૂર્ણ છે કે, સંપૂર્ણ લેક્ટેઝ બહારથી આપવામાં આવેલું ન હોય, જેથી કરીને બાળકનું શરીર પોતાના સ્વયંના લેક્ટેઝનું નિર્માણ કરવાનું ચાલુ રાખી શકે અને સમય સાથે વાસ્તવમાં તેનું ઉત્પાદન વધતું જાય.

સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે, બાળકના સામાન્ય દૂધમાં લેક્ટેઝ સપ્લિમેન્ટ મિશ્રિત કરવાથી પેટના દુઃખાવાની સમસ્યાનો સામનો કરી રહેલાં બાળકોના રડવાના કલાકોમાં આશરે 45% જેટલો ઘટાડો થઈ જઈ શકે છે.

એક અન્ય મહત્વપૂર્ણ કારણ એ છે કે, યામૂ ડ્રૉપ્સનો ઉપયોગ કરીને પણ માતાઓ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખી શકે છે તથા જ્યારે તેમનું બાળક લેક્ટોઝ પચાવવામાં સક્ષમ નથી ત્યારે તે બાળક અને માતા બંને માટે લાભદાયી સિદ્ધ થાય છે.

જો બાળક વધારે પડતું રડી રહ્યું હોય પરંતુ બાળક સ્વસ્થ હોય તો બની શકે કે બાળક લેક્ટોઝ ન પચવાને કારણે રડી રહ્યું હોય, કારણ કે, 1થી 6 મહિના વચ્ચે બાળક પૂરતી માત્રામાં લેક્ટેઝ એન્ઝાઇમ પેદા કરી શકતું નથી. આવા કિસ્સાઓમાં માતા-પિતા લેક્ટેઝ ચિકિત્સા (યામૂ ડ્રૉપ્સ)નો એક અઠવાડિયાનો ટ્રાયલ લઈ શકે છે. તેની ભલામણ આંતરરાષ્ટ્રીય દિશાનિર્દેશો-એનઆઇસીઈ-2014 (ધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ એન્ડ કેર એક્સીલેન્સ) દ્વારા પણ કરવામાં આવી છે. જો લેક્ટેઝ ચિકિત્સાથી લક્ષણોમાં સુધારો થાય છે, તો તેને શિશુકાળમાં 4થી 6 મહિના સુધી આપી શકાય, જેના પછી તે પૂરતી માત્રામાં લેક્ટેઝનું ઉત્પાદન શરૂ કરી દે છે.

શિશુઓને યામૂ ડ્રૉપ્સ કેવી રીતે આપવા

યામૂ ડ્રૉપ્સ 15 મિલીમીટરની બોટલમાં આવે છે. પ્રત્યેક 1 મિલીલીટરમાં 600 એફ સી સી લેક્ટેઝ એન્ઝાઇમ હોય છે.

શિશુઓ માટે ડ્રૉપ્સનો ડોઝઃ
નિર્દેશ I (સ્તનપાન માટેના): યામૂ ડ્રૉપ્સના 4થી 5 ટીપાંને કાઢવામાં આવેલા માતાના દૂધના કેટલાક મિલીલીટરમાં મિશ્રિત કરો. પ્રારંભિક દૂધમાં લેક્ટોઝની માત્રા મહત્તમ હોય છે. થોડી મિનીટ રાહ જુઓ, ત્યારબાદ આ મિશ્રણને બાળકને પીવડાવો અને પછી સામાન્ય પ્રકારે સ્તનપાન કરાવો.

નોંધઃ પ્રારંભિક દૂધમાં લેક્ટોઝની માત્રા મહત્તમ હોય છે. આથી અમે થોડી મિનીટ રાહ જોવાની અને ત્યારબાદ બાળકને આ મિશ્રણ આપવાની અને પછી સામાન્ય પ્રકારે સ્તનપાન કરાવવાની સલાહ આપીએ છીએ. આ વિધિથી શિશુના પાચનતંત્ર પર એક 'કોટિંગ' બની જાય છે, જેનાથી માતાના બાકી બચેલા દૂધને સામાન્ય રીતે પચાવવામાં મદદ મળે છે.

નિર્દેશ II (ફોર્મ્યુલા / પશુના દૂધ માટે): યામૂ ડ્રૉપ્સના 4થી 5 ટીપાને શિશુને પીવડાવામાં આવતાં 50 મિલી દૂધમાં ત્યારે મિશ્રિત કરો જ્યારે તે ગરમ (300Cથી 400C) હોય. તેને સારી રીતે હલાવીને મિશ્રિત કરો અને ત્યારબાદ બાળકને પીવડાવો.

નોંધઃ 30 મિનિટ માટે રાહ જોવાની કહેવામાં આવે છે, જેથી ફોર્મ્યુલા ભોજનના સંપૂર્ણ મિશ્રણમાં લેક્ટોઝ પર સારી રીતે ફેલાઈ જાય. લેક્ટેઝ ડ્રૉપને મિશ્રિત કરીને 30 મિનિટ સુધી રાહ જોવાથી લગભગ 80% લેક્ટોઝને પરિવર્તિત કરવામાં મદદ મળશે