• 1
  • 2
લેક્ટોઝ ન પચવાની સમસ્યાનો કુદરતી અને સુરક્ષિત ઉપાય

લેક્ટોઝ ન પચવાની (એલઆઈ) સમસ્યા એ સમગ્ર વિશ્વની સાથે-સાથે આપણા દેશમાં પણ સર્વસામાન્ય બાબત છે અને ઉલ્લેખનીય છે કે આપણા દેશને દુગ્ધાલય પણ કહેવામાં આવે છે. એક તૃત્યાંશથી વધુ ભારતીયો લેક્ટેઝની ખામીથી પીડાય છે.

લેક્ટોઝ નામની દૂધ શર્કરાને પચાવવામાં અસમર્થતા, પેટમાં લેક્ટેઝ નામના એન્ઝાઇમની અપૂરતી માત્રાને કારણે થાય છે. લેક્ટોઝની ખામીને કારણે લેક્ટોઝ પચતું નથી, જેના કારણે પેટમાં દુઃખાવો, સોજો, આંતરડામાં ગુડગુડ, ગેસ, ગભરામણ, ઊલટી અને ઝાડા જેવા વિવિધ જીઆઈ લક્ષણોની સાથે-સાથે લેક્ટોઝ ન પચવાની સમસ્યા પેદા થાય છે.

ક્યારેક-ક્યારેક સંપૂર્ણપણે દૂધમાંથી બનેલા દૂધના ઉત્પાદનો સિવાય લેક્ટોઝ ઘણાં તૈયાર ખાદ્યપદાર્થો (જેમાં દૂધની સામગ્રી સામેલ કરવામાં આવેલ હોય છે) અને પેય પદાર્થોમાં પણ ઉપસ્થિત હોઈ શકે છે તથા તેનું પરિણામ એલઆઈ હોય છે. લેક્ટોઝ ન પચવાના કુદરતી અને સુરક્ષિત ઉપાય માટે ભારતમાં પહેલીવાર યામૂ ટેબલેટ્સ (લેક્ટેઝ એન્ઝાઇમ ચ્યુએબલ ટેબલેટ)ને રજૂ કરવામાં આવી રહી છે, જે લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે અને આ રીતે લેક્ટોઝ ન પચવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

લેક્ટેઝ એન્ઝાઇમ ટેબલેટ્સ

લેક્ટેઝ ચ્યુએબલ ટેબલેટ્સ એ એક આહાર સપ્લિમેન્ટ છે, જે દૂધના ખાદ્યપદાર્થોને સ્વાભાવિકરૂપે વધુ સુપાચ્ય બનાવી દે છે. લેક્ટોઝ ચ્યુએબલ ટેબલેટ્સમાં કુદરતી એન્ઝાઇમ લેક્ટોઝ હોય છે, જે એસ્પેરેઝિલસ ઓરીઝા ફૂગમાંથી પ્રાપ્ત થાય છે તથા દૂધના ખાદ્યપદાર્થોમાં જોવા મળતી જટિલ શર્કરા, લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે.

સંરચના: પ્રત્યેક યામૂ ચ્યુએબલ ટેબલેટમાં નીચે મુજબ ઉપસ્થિત હોય છેઃ
લેક્ટેઝઃ 4500 એફસીસી યુનિટ

ઉપયોગ માટેના નિર્દેશઃ દૂધના (લેક્ટોઝ) ભોજન / પીણાં લેતાં પહેલાં કોળિયો ખાતાં / ઘૂંટડો ભર્યાના તુરંત પહેલાં કે તેની સાથે 1-2 ગોળી લેવી. ગળતાં પહેલાં સારી રીતે ચાવો. આપ જો 20થી 45 મિનિટ પહેલાં દૂધના ખાદ્યપદાર્થ / પીણાંનો ઉપભોગ કરો છો તો બીજી ટેબલેટ ન લેશો. જો ટેબલેટ ખાવાનું યાદ ન રહ્યું હોય તો તરુંત ખાઈ લો.

100% શાકાહારી
Approved
શિશુઓના પેટમાં દુઃખાવો અને લેક્ટોઝ ન પચવાની સમસ્યાને અટકાવવા માટે કુદરતી અને સુરક્ષિત ઉપાય

શિશુઓના પેટમાં દુઃખાવો એ સર્વસામાન્ય સમસ્યા છે, જેનું લક્ષણ બાળકનું ખૂબ વધારે રડવું અને બેચેની હોય છે, ખાસ કરીને સાંજે અને રાત્રે. શિશુઓને ઘણીવાર પોતાના પગને પોતાના પેટની તરફ ખેંચતા જોઈ શકાય છે, જાણે કે તેમને ખૂબ દુઃખાવો થતો હોય.

સંશોધનો પરથી જાણવા મળે છે કે, કેટલાક બાળકોના પેટમાં દુઃખાવાનું એક મહત્વપૂર્ણ કારણ લેક્ટેઝની ક્ષણિક ઉણપ હોય છે. એમ માનવામાં આવે છે કે, આવા બાળકો અપરિપક્વ પાચનતંત્ર સાથે પેદા થયા હોવાને કારણે તેમને આ સમસ્યા સર્જાય છે, જેના કારણે તેઓ દૂધમાં રહેલાં લેક્ટોઝને પચાવવા માટે પૂરતી માત્રામાં લેક્ટેઝ એન્ઝાઇમનું ઉત્પાદન કરી શકતા નથી. જો આપનું બાળક દૂધના લેક્ટોઝને પચાવવા માટે સક્ષમ ન હોય તો તેને માતાનું દૂધ પીવડાવ્યાની કે પનીર, દહીં જેવા દૂધના પદાર્થો ખવડાવ્યાની લગભગ 30 મિનિટથી 2 કલાકની અંદર ઝાડા, પેટમાં ચૂંક, પેટ ફૂલી જવું કે ગેસની સમસ્યા થાય છે.

શિશુના પેટનો દુઃખાવો તેમજ લેક્ટોઝને પચાવી ન શકવાની સમસ્યાના કુદરતી અને સુરક્ષિત ઉપાય માટે ભારતમાં પહેલીવાર યામૂ ડ્રૉપ્સ (લેક્ટેઝ એન્ઝાઇમ ડ્રોપ્સ)ને રજૂ કરવામાં આવી રહ્યાં છે, જે લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે અને આ પ્રકારે લેક્ટોઝ ન પચાવી શકવાની સમસ્યા દૂર થઈ જાય છે.

લેક્ટેઝ એન્ઝાઇમ ડ્રૉપ્સ

લેક્ટેઝ એન્ઝાઇમ ડ્રોપ્સ એ એક આહાર સપ્લિમેન્ટ છે, જે દૂધને સ્વાભાવિકરૂપે વધુ પચાવવા યોગ્ય બનાવે છે. ડ્રોપ્સમાં એક કુદરતી એન્ઝાઇમ-લેક્ટેઝ હોય છે, જે એસ્પેરેઝિલસ ઓરીઝા ફૂગમાંથી પ્રાપ્ત થાય છે તથા દૂધના ખાદ્યપદાર્થમાંથી મળતી જટિલ શર્કરા લેક્ટોઝને તોડવામાં મદદરૂપ થાય છે.

સંરચનાઃ યામૂ ડ્રૉપમાં પ્રત્યેક મિલીમાં નીચે મુજબ ઉપસ્થિત હોય છેઃ
લેક્ટેઝ એન્ઝાઇમઃ 600 એફસીસી યુનિટ

ઉપયોગ માટેના નિર્દેશઃ
સ્તનપાન માટેઃ યામૂ ડ્રૉપ્સના કાઢવામાં આવેલા 4થી 5 ટીપાંને માતાના દૂધના કેટલાક મિલીલીટરમાં ભેળવો. પ્રારંભિક દૂધમાં મહત્તમ લેક્ટોઝ હોય છે. થોડી મિનિટ રાહ જુઓ, આ મિશ્રણને બાળકને પીવડાવો અને ત્યારબાદ સામાન્ય પ્રકારે સ્તનપાન કરાવો.
બાળકો માટેઃ યામૂ ડ્રૉપ્સના 4થી 5 ટીપાંને શિશુને પીવડાવામાં આવતાં 50 મિલી દૂધમાં ત્યારે ઉમેરો જ્યારે તે ગરમ (30℃ થી 40℃) હોય. સારી રીતે હલાવીને મિશ્રિત કરો અને ત્યારબાદ બાળકને પીવડાવો.

100% શાકાહારી
Approved